ગઝલ
(ગાલગા ,ગાગાલગા ,ગાગાલગા )
જીંદગાની રોજ ભાગે છે અહીં,
શ્વાસ પણ આ રોજ તાગે છે અહીં !
આંગળીનાં ટેરવાં મૂંગાં થયાં ,
સ્પંદનો તો રોજ જાગે છે અહીં !
એક સાથે હોય જો રોકાણ તો,
ઝાલરી આ રોજ વાગે છે અહીં !
મૌનની માગી લઉં પરવાનગી,
બોબડી તો રોજ લાગે છે અહીં !
હાથ લાંબો જે કરી આપી શકે ,
મોજથી એ રોજ માગે છે અહીં !
***
-'કાન્ત'
No comments:
Post a Comment