Wednesday, 3 June 2015

વરસાદ 

ઝરમર નહિ  મુશળધાર   આવ તું વરસાદ,
સાથે ખુશીઓની બારાત  લાવ તું વરસાદ !

જાજમ-જામ અને  જલસો  ત્રણે થાય ભેગા,
દોડીને  પાર કર પહેલો પડાવ  તું વરસાદ !

આકાશમાંથી  ઊતરી પૃથ્વી પર વહ્યા  કર,
ભગીરથના   દર્શન   કરાવ   તું    વરસાદ !

તરસ-વરસ-સરસ   રોમેરોમ  જાગે  શું કરું?
મુજને તારા  શ્વાસમાં વરસાવ તું  વરસાદ !

સમંદર  પણ  એની  લહેરોને  રોકી   રાખે,
ઓરતાં  પલાળીને  બતાવ  તું    વરસાદ !

પડી ગઈ છે કરચલીઓ મા નાં ચહેરા પર,
યૌવનના નવા ઉમંગો લહેરાવ તું વરસાદ !

છલકાવી દે  હમીરસરને તું  હવે  વરસીને,
આષાઢધારે  નિરાશાને હરાવ  તું વરસાદ !
                            ***
-'કાન્ત'







No comments:

Post a Comment