Monday, 29 June 2015

ગઝલ 

સનમ   આ   પ્યાર  શું  છે  ?
કરેલો     એકરાર    શું   છે ?

ચાંદની  જેવું   રૂપ  તમારું,
આ  સાજ- શૃંગાર  શું    છે ?

નજર મળશે ,  ઓળખાશું,
બેરુખો   વહેવાર  શું    છે ?

છૂટ દઈ દો  ને  ડૂબવાની,
ને  તમને સરોકાર  શું  છે ?

રગેરગમાં રક્ત થઈ દોડો,
થતો  આ ઉપચાર શું   છે? 

હોઠ હજુ સ્પર્શ્યા  જ  નથી,
રોમાંચની રફતાર  શું  છે?

રસ્તે બહારવટિયા  ઊભા ,
લૂંટાવાનો વિસ્તાર શું  છે ?
              ***
-'કાન્ત'

No comments:

Post a Comment