કુદરતી ઉપચારમાં માટીનો પ્રયોગ અકસીર છે !
સંસારમાં જેટલા પ્રાણી છે તેમનાં શરીર આકાશ,વાયુ,અગ્નિ,જળ અને પૃથ્વી એમ પાંચ મહાભૂત
તત્વોમાંથી બનેલા છે.આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો આ પંચમહાભૂત તત્વનું સ્વરૂપ શરીરમાં વાત,પિ -
ત્ત અને કફના રૂપમાં રહેલું હોય છે.જયાં સુધી આ ત્રણેય સમ અવસ્થામાં રહે છે ત્યાં સુધી મનુષ્યનું આ-
રોગ્ય જળવાઈ રહે છે.પરંતુ પંચમહાભૂત તત્વોમાં ફેરફાર થવાથી શરીરમાં રહેલા વાત,પિત્ત અને કફ
વિકૃત થઈને રોગ ઉત્પન્ન કરે છે.આ રોગોને દૂર કરવા માટે કુદરતે પોતાની કુદરતી સંપત્તિ આપણને
આપી છે.
માટી આપણી પાસે હોવા છતાં તેનાથી જે અમૂલ્ય લાભ મેળવી શકાય છે તેનો ખ્યાલ આપણને
નથી.ખેતરોમાં મળતી ચીકણી અને કાળી માટી વધારે ઉપયોગી છે.આ કાળી માટી શીતળ,ઝેર ઉતાર-
નારી ,સોજો ઉતારનારી અને પીડા દૂર કરનારી હોય છે.લોહી વિકાર,દાહ,ક્ષત ,મૂત્રના દર્દ,પેટમાં દર્દ,
ગૂમડાં,ખુજલી વગેરેમાં લાભદાયક છે.આવી માટી મધમાખી,વીંછી ,સર્પ તેમ જ બીજાં ઝેરી જંતુઓના
ડંખ દ્વારા શરીરમાં દાખલ થયેલા ઝેરને શોષી લે છે.
શરીરના જે ભાગ ઉપર સર્પ કરડ્યો હોય તેના પર માટીની લુગદી મૂકી બાંધી દેવી જોઈએ.એનાથી
ઝેર માટીમાં ખેંચાઈ આવે છે.અલબત્ત આ એક પ્રાથમિક ઉપચાર છે.આવા બનાવમાં ડોકટરની સારવાર
લેવી જરૂરી છે.શરીરના કોઈ પણ ભાગ પર સોજો હોય તો ગરમ માટીનો લેપ લગાડવાથી તે દૂર થઈ
જાય છે.
આંખમાં બળતરા થવી ,આંખમાંથી પાણી ઝરવું અને આંખ દુ:ખવી વગેરે પર માટીની પોટીસ મૂ-
ક્વાથી જલદી આરામ થાય છે.ગૂમડું પાકી ગયું હોય અને તેમાંથી પરૂ નીકળીને પીડા થતી હોય તો
કાળી માટીની બનાવેલી પોટીસ ઝીણા કપડા પર રાખીને બાંધવી જોઈએ.જો ગૂમડું હજુ થતુંજ હોય
તો આવી પોટીસ બાંધવાથી તે તુરત બેસી જાય છે અને પાકતું નથી.
કાળી માટીને પાણીમાં ઉકાળી ઠારીને જે શુદ્ધ નીતરેલું પાણી રહે તે પીવાથી ઊલટી અને ઝાડા બ-
ન્ને બંધ થઇ જાય છે.અપચો કે આફરો હોય તો પેટ પર પેટ પર માટી મૂકવાથી ફાયદો થાય છે.દુંટી નીચે
પેડુ ઉપર માટીની પોટીસ મૂકવાથી પેશાબ સાફ આવે છે.માટીનો લેપ કરવાથી રક્તસ્ત્રાવ બંધ થઈ જાય
છે.માથાના દુ:ખાવા માટે ભીની ચીકણી માટીનો લેપ કરવો જોઈએ.ઝીણા કપડામાં માટીની લુગદી લઈ-
ને કાનની અંદર મૂકવાથી કાનની પીડા શાંત થઈ જાય છે.
દાંતના પેઢાં સૂજી ગયાં હોય તો દુ:ખાવાના બહારના ભાગ પર માટીનો લેપ કરવાથી ફાયદો થાય
છે.ગળા અને કંઠના સોજામાં માટીની પટ્ટી ગળાની ચારે બાજુ બાંધવી જોઈએ.દમ-ઉધરસના દર્દીઓએ
ભીની માટીની પટ્ટી છાતીની ચારે બાજુ બાંધવી જોઈએ.માટીના પ્રયોગમાં સાવધાની રાખવી જરૂરી છે.
જેમ કે માટી હંમેશ ખેતરની લેવી.માટીમાં કાંકરી ન હોવી જોઈએ.આંખ અને કાન માટે માટીનો પ્રયોગ
કરવો હોય તો ઝીણા પાતળા કપડાંમાં પોટીસ બાંધવી જોઈએ.આ કપડાંને નિચોવીને ઉપયોગમાં લેવું.
આમ માટી ઘણા દર્દોમાં ચમત્કારિક ફાયદો આપનારું કુદરતનું સસ્તું,સુલભ અને નિર્દોષ ઔષધ છે.
***
-'કાન્ત'

No comments:
Post a Comment