કલા અને ભક્તિના વિરલ સહયોગનું બેનમૂન સર્જન
ચતુર્મુખ વિષ્ણુ
ચંબાનગર(હિમાચલ પ્રદેશ )ના હરિરાજ મંદિરમાં આવેલી ચતુર્મુખ વિષ્ણુની
મૂર્તિ એ કાંસ્યમુર્તિક્લાનું એક અવર્ણની કાવ્ય છે.આશરે 850 વર્ષ પહેલાંની 400
કિ.ગ્રા.વજન ધરાવતી અને 1.5 મીટર લંબાઈની આ પ્રતિમા કાંસાની છે.
આ મૂર્તિમાંના ચાર મુખોમાંથી આપણે ત્રણ જોઈ શકીએ છીએ.જમણે અને ડાબે
અનુક્રમે નૃસિંહ અને વરાહ છે,પૃષ્ઠ ભાગમાં કપિલ અને આગળના ભાગમાં ભગવાન
વૈકુંઠનાથ વિષ્ણુ છે.ઉપરના બન્ને હાથ પદ્મ અને શંખથી શોભી રહ્યા છે.નીચેના બે
હાથ -એક ગદાદેવીને અને બીજો ચક્રપુરુષને મૃદુ રીતે સ્પર્શતો દેખાય છે.બન્ને
પગ વચ્ચે જે નાની આકૃતિ છે તે-ધરતીમાતા-પૃથ્વીની છે.
મુર્તિવિદોના જણાવ્યા પ્રમાણે આવી મૂર્તિકલાનો નમૂનો દુનિયાભરમાં આ એક
જ અને અપ્રાપ્ય છે જેની કિમત કરોડો રૂપિયા બોલાય છે.
***
No comments:
Post a Comment