ગીત
જેઠનો વરસાદ આ મારે છે આંખ મને,
એના સંગાથે હું ગાંડીતૂર !
રૂપ મારે જોવાં છે મેહુલાનાં મનભરી,
વરસસે ઓણ એ ભરપૂર !
મોસમનું પહેલું ચોમાસું ઝીલું હું ને,
તન-મન છે ચકચૂર !
વાયે છે વાયરાની પ્રાણભરી લ્હેરી ને,
નજરું જુએ છે દૂર-દૂર !
ગાગર છલકે છે પનઘટ પર રોજ ને,
સાહ્યબાના પ્રેમના પૂર !
અમથું અમથું હું અટકું ને લટકું,બટકું ને,
સપનામાં આવે અક્રૂર !
પાવાનો સાદ સાજન હોઠેથી વહેતો ને,
મીઠાં લાગે એના સૂર !
કોયલ ટહુકે છે આંબાવાડીયે ને,
પંખીઓ કરે કલશોર !
પાદરે અટકે છે ચરણો મારાં ને,
પગરવનો થાય છે શોર !
બાઈજી મારા મરક મરક મલકે ને,
નણદલની આંખમાં મોર!
જેઠનો વરસાદ આ મારે છે આંખ મને,
એના સંગાથે હું ગાંડીતૂર !
***
-'કાન્ત'
જેઠનો વરસાદ આ મારે છે આંખ મને,
એના સંગાથે હું ગાંડીતૂર !
રૂપ મારે જોવાં છે મેહુલાનાં મનભરી,
વરસસે ઓણ એ ભરપૂર !
મોસમનું પહેલું ચોમાસું ઝીલું હું ને,
તન-મન છે ચકચૂર !
વાયે છે વાયરાની પ્રાણભરી લ્હેરી ને,
નજરું જુએ છે દૂર-દૂર !
ગાગર છલકે છે પનઘટ પર રોજ ને,
સાહ્યબાના પ્રેમના પૂર !
અમથું અમથું હું અટકું ને લટકું,બટકું ને,
સપનામાં આવે અક્રૂર !
પાવાનો સાદ સાજન હોઠેથી વહેતો ને,
મીઠાં લાગે એના સૂર !
કોયલ ટહુકે છે આંબાવાડીયે ને,
પંખીઓ કરે કલશોર !
પાદરે અટકે છે ચરણો મારાં ને,
પગરવનો થાય છે શોર !
બાઈજી મારા મરક મરક મલકે ને,
નણદલની આંખમાં મોર!
જેઠનો વરસાદ આ મારે છે આંખ મને,
એના સંગાથે હું ગાંડીતૂર !
***
-'કાન્ત'
No comments:
Post a Comment