ગઝલ
મારીચનું છળ હશે તો ચાલશે,
શ્રી રામનું બળ હશે તો ચાલશે !
શ્રી જાનકી પ્રગટયા પૃથ્વી મહીંથી ,
જનકપુરીનું હળ હશે તો ચાલશે !
અંતિમ સમયે હોઠ પર હો હરિનામ,
મોઢામાં તુલસીદળ હશે તો ચાલશે !
મનની વ્યથા મૃગજળ બને જો,
કો વીરડીનું જળ હશે તો ચાલશે !
આ સમય પણ હવે સરે છે સતત ,
કો નાથવાની કળ હશે તો ચાલશે !
ઈચ્છાઓના વન અહીં ભડકે બળે ,
ભીતરે ભળભળ હશે તો ચાલશે !
ભીંજવાની પણ ખરી મજા છે,
લાગણી અનગળ હશે તો ચાલશે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment