Monday, 22 June 2015

રમલ  મુરબ્બઅ  સાલેમ 
           14 માત્રા 
ગા લ ગા ગા    ગા લ ગા ગા 
         (રાગ:બહાર )
      ગઝલ 

જિંદગીનો   જામ   પી લે,
લે,  અમારે  નામ પી  લે !

તું  જ  તારી  છે   સુરાહી,
ઝૂમતી  આ  શામ પી લે !

રાત આ ઝળહળ થશે જો,
મયકદાના   દામ પી  લે !

વેશ     વરણાગી   પહેરી ,
માશુકાના    કામ  પી  લે !

ચાલ  આજે   ખુદને  મળ,
શાનથી  તું   હામ  પી  લે !
               ***
-'કાન્ત'

No comments:

Post a Comment