ગઝલ
સમી સાંજ , ને કોઈ સામું મળે,
અચાનક તમારું સરનામું મળે !
આંસુને આંખથી પાછા વાળું અને,
તમે કરેલું નફ્ફ્ટ હલફનામું મળે!
અરે! કાં દયો છો ઓરડે ઉતારો ?
કોઈક તો હો જે મને નનામું મળે !
ઈશ્કની બધી જ અદાઓ સમર્પિત ,
અમને ચાહનારું કોઈ જનાનું મળે !
સંભળાય પગરવ પ્રેમનો મેડીએ!
ઉપર જવાનું કોઈ બહાનું મળે !
કંઈ કેટલાયે ગુનાહ કરીને જીવું,
ભલે ને ઉમ્રભર કેદખાનું મળે !
'કાન્ત' નિરાંતે શ્વાસ લીધા છે મેં,
મરણ પણ હવે છાનું -માનું મળે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment