Tuesday, 9 June 2015

ગઝલ 

મારી  પાસે  એક પળ હશે તો ચાલશે,
મોઢામાં  તુલસી  દળ હશે તો ચાલશે !

લીલોતરી પાછળ  રેતીનું   રણ  મળે,
જળ  નહીં ,  મૃગજળ  હશે તો ચાલશે !

શકયતાના ઘાસને   સુવર્ણમૃગ   ચરે,
મારીચનું  કોઈ  છળ હશે  તો ચાલશે !

રા   ફરે  કે   પછી   દિવસ રા ના ફરે,
પવિત્રતાનું    બળ  હશે તો   ચાલશે ! 

બંધ   દરવાજા  મળ્યા  સમી   સાંજે,
જાદુઈ   કોઈ    કળ   હશે તો ચાલશે !

રીતિ -રિવાજો   તરફડે    માંડવામાં,
શકનમાં  શ્રી ફળ   હશે  તો   ચાલશે !

સાંજની વેળા છે ધણ ને આવવા દો ,
ઢોલિયે પડેલા સળ હશે  તો ચાલશે !
                      ***
-'કાન્ત'

No comments:

Post a Comment