Monday, 8 June 2015

ગીત 

ઢળી   સાંજની   આ   વેળા,
રજની  કેમ  થયાનાં  ભેળા ! 

ઊજળો ઊજળો દિન ઢળ્યો ,
હવે  ઢળશે  આ  કાળી રાત !

આંખથી મારા આંસુ  ઝરશે,
હશે  મારું  રૂદન  હૈયા  ફાટ !

આનંદ આનંદ ગાતાં ગાતાં ,
મારા  શબ્દો  દોડે   ક-વેળા !

ગીતોના વન ભડકે બળતાં ,
સૂરો  નીકળે      આડાં -ટેડાં  !

કાળની સૂની  કેડીએ  સૂતા,
તમને   કેમ   કરીયે    તેડાં  !

પ્રેમ અમીરસ પીતાં -પીતાં ,
શાને    થયાં  આ    વિછોડા  !

શ્વાસે  મારા મઘમઘ  મ્હેકો ,
તમે   સુરભિનો    શણગાર !

રજની    અમને      છોડીને,
'કાન્ત' કેમ ગયા પેલે પાર !

આથમતો સૂરજ પણ સૂનો,
હવે ભરાશે નહીં અહીં મેળા !
              ***
-'કાન્ત'
  

No comments:

Post a Comment