Tuesday, 9 June 2015

ગઝલ 

અચાનક  હું   અટકી  ગયો  છું ,
રાહ પર  હું    ભટકી  ગયો  છું  !

વડવાઈ પર હીંચતાં હીંચતાં , 
ડાળ પર હું   લટકી  ગયો  છું !

ડર મને એક જ  લાગે સતત,
ભીતરેથી  હું  બટકી ગયો  છું !

આજે  વરસાદ છે એટલે  તો,
છત્રીમાંથી  હું છટકી ગયો છું  !

જડ અને ચેતનનો ભેદ કહ્યો,
અર્થોને   હું  ખટકી  ગયો  છું  !
                 ***
-'કાન્ત'

















No comments:

Post a Comment