Thursday, 11 June 2015

ગીત 

સખી દલડામાં કૈંક કૈંક થાતું, 
હો મારું જોબનિયું  છલકાતું  !

ચોમેર ઊગી મ્હેકની વાડિયું,
ધરાએપહેરી રંગીન સાડિયું !

પતંગિયું  થયું  છે  મદમાતું ,
હો  મારું  જોબનિયું છલકાતું !

આંખ બિચારી ભૂલી જોવાનું,
બચ્યું નથી હવે કંઈ  ખોવાનું !

મારું સોણલું  પણ વળ ખાતું ,
હો  મારું  જોબનિયું  શરમાતું !

પૂનમનો ચંદ્ર ખીલ્યો તળાવે,
તારલિયાઓ   એને   વળાવે !

અંતરમન 'કાન્ત'નું હરખાતું !
હો  મારું  જોબનિયું   શરમાતું !
                ***
-'કાન્ત'







No comments:

Post a Comment