ગઝલ
માણસ સુધી જાય કે ન જાય,
બધાં ને અચૂક જવું છે કાશી !
એક શૂન્યમાં વિભાજિત છતાં,
શૂળીએ ચડવું છે કાશી !
જીવન જીવતાં ન આવડે ,
પરંતુ આખરે મરવું છે કાશી !
ચૈતન્ય ભલે ભીતરે ન વિસ્તરે,
ભાગીરથીમાં તરવું છે કાશી !
પીઠ હો પાડાની કે ભેંસની ,
તીરથ નગર ફરવું છે કાશી !
***
-'કાન્ત'
No comments:
Post a Comment