Sunday, 28 June 2015

ગઝલ 
ગાલગાગા ,ગાલગાગા ,ગાલગા 


આજ  છે  ને  કાલ  છે  મારી  ગઝલ,
પ્રેમ  એ  તત્કાલ   છે   મારી  ગઝલ !

કાફિયા  પણ  મોજથી    હસતા  રહે,
કોક  ગૂઢ  સવાલ  છે  મારી  ગઝલ !

મૌન   છે  ને  ચૂપ  છે   ગૂપચુપ  છે,
મા  તણો તો  વ્હાલ છે મારી ગઝલ !

રણઝણે   એ  રોજ  થઈને   ઝાલરી,
વેદનો    હેવાલ  છે   મારી   ગઝલ !

મોજથી  એ   મઘમઘે  ને  સળવળે,
શાયરીનો  કવ્વાલ છે મારી ગઝલ !
                        ***
-'કાન્ત'

No comments:

Post a Comment