Saturday, 27 June 2015

ગઝલ 

દોડ  તું   મદદગાર  આવે  છે,
પ્રેમનો  તલબગાર  આવે  છે !

આપણે  બેઉ સાથે જીવતાતા ,
એ સમય સમજદાર આવે છે !

હોત સાગર અસીમ  મારામાં,
મરજીવો ખબરદાર આવે  છે !

કંટક  ને ઝાકળ પણ ચૂમે  છે,
બાગમાં તો   બહાર  આવે છે !

જોઈ છે માછલી  સમંદરની ,
લૂંટવા  બેશુમાર  આવે   છે !
                  ***
-'કાન્ત'

No comments:

Post a Comment