Sunday, 14 June 2015

ગઝલ 

અશ્રુની  સુનામી  જિંદગી,
શ્વાસની નનામી  જિંદગી !

આમ  તો  સાવ  ફાની છે,
મોતની  રવાની  જિંદગી !

નામમાં એ  ભટક્યા   કરે,
'હું' ની   જવાની  જિંદગી !

એ  ખોળિયા બદલે  સદા,
કોની   થવાની   જિંદગી !

એક  પ્રતાપી રાજા  હતો ,
છે ફક્ત   કહાની જિંદગી !

કસુંબીનો  રંગ પીવો  છે,
પ્રિયાની  પાની  જિંદગી !

લડો  જંગ  તો  હુકમ કરે,
ખુદાની   બાની  જિંદગી !
               ***
-'કાન્ત'

No comments:

Post a Comment