Sunday, 21 June 2015

(રમલ  મુરબ્બઅ સાલેમ )
14 માત્રા 
ગા લ ગા ગા    ગા લ ગા ગા 
ગઝલ 

વાંસળીના   છેદ  ખૂલે,
પ્રેમના  ત્યાં  વેદ ખૂલે !

પાંખને ફફડાવ પહેલાં ,
તે   પછીથી   કેદ ખૂલે !

ભીતરે  દ્રષ્ટિ  કરો  તો,
કેટલાયે   ભેદ     ખૂલે !

ચામડી જાડી ચિતામાં ,
ઊતરે  ને   ભેદ   ખૂલે !

નાં ખુશીની જીદ રાખો,
મોજમાં પણ ખેદ ખૂલે !
            ***
-'કાન્ત'

No comments:

Post a Comment