ગઝલ
પળ પળ પીડાતી જાતને જોયા કરું,
પાદરે આવેલી બારાતને જોયા કરું !
પૂરું રંગોળીના રંગ મારા રક્તથી,
લાલચટક રચાતી ભાતને જોયા કરું !
તમરાંના અવાજે ફૂટે કાન મારા,
ક્ષણે ક્ષણ ભંગાતી રાતને જોયા કરું !
જિંદગી એક ખેલ છે રમવું પડે,
બાવન પત્તાની નાતને જોયા કરું !
થઈને મોજું ખોલું દરિયાનું હૃદય,
કિનારે પડી આઘાતને જોયા કરું !
કોને કહું કે મેં ચાહી છે જિંદગીને,
આવ્યા ગયાની શરૂઆતને જોયા કરું !
હોઠ ઉપર છે જયશ્રી કૃષ્ણ છતાં,
'કાન્ત' કંસના પ્રપાતને જોયા કરું !
***
-'કાન્ત'
No comments:
Post a Comment