Tuesday, 23 June 2015

          રમલ મુસમ્મન મહેઝૂફ 
  ગાલગાગા ,ગાલગાગા ,ગાલગા 
                (19 માત્રા )
           ગઝલ 

દૂર   કોઈ    ધીમું  ધીમું   ગાય   છે,
પગરવ મને એ જ તો સંભળાય છે ! 

આઈના આ  શખસિયત ને ઓળખે,
પ્રતિબિંબો  આ   જનમને  ખાય  છે !

સનમ   આપું   બારમાસી   વાયદા,
સમય પણ જો કયાં અહીં રોકાય છે !

ઘૂંઘરૂ  જો  માતમ  કરે   મુન્ની  પગે,
વેદના    કયાં   કોઈને   દેખાય  છે !

પ્રેમમાં  તું  તો  સભર  છે   સારસી,
ઓટ-ભરતી  ઊર્મીઓમાં  થાય છે !
                       ***
-'કાન્ત'

No comments:

Post a Comment