Saturday, 6 June 2015

ગઝલ 

ગોપીની  તો  ગગરી  લાગે,
રામાયણની  શબરી   લાગે !

પળ  પળ  આપે કંઈ સંદેશો,
મનની  તૃષ્ણા જબરી  લાગે !

ઉપર આભ નીચે ધરતી  છે,
કામરૂપ દેશની નગરી લાગે !

ગંગા  તીરે    ઊભો    કેવટ,
માગણી એની અઘરી લાગે !

ઊંડે  ઊંડે  ખેંચે મને   કોણ?
ગજ  બંધનની મગરી લાગે !
                ***
-'કાન્ત'

No comments:

Post a Comment