વૃક્ષ આપણા શ્વાસ !
આપણે રસ્તા પર ચાલતા હોઈએ અને અચાનક કોઈ વૃક્ષ પરથી એકાદ
ફૂલ ખરી પડે અને એ ફૂલ આપણા હાથમાં આવે.....ઉનાળાની બળબળતી
બપોરે કોઈ વૃક્ષનો છાંયડો મળી જાય ત્યારે કેટલો આનંદ થાય !અને એ
આનંદનો દાતા છે વૃક્ષ ! આપણો જીવનદાતા પર ખરો !વૃક્ષ એ લાકડું નથી
કે સડી જાય ! એટલે જ કોઈ કવિએ લખ્યું,
વૃક્ષો ને વાવીએ ને વૃક્ષો જીવાડીયે
હાં રે ભેરુ કરીએ સૌ માનવ કલ્યાણ !
વૃક્ષ એટલે વરસાદનું આકર્ષણ !વડ હોય,પીપળો હોય,લીમડો હોય,ગુ-
લમહોર હોય કે નનાનકડો તુલસીનો છોડ હોય..... ભારતીય મનીષીઓએ
બધાંનો ઋણ સ્વીકાર કર્યો છે.'વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ....'ભગવાન કૃષ્ણ
ને વડના પાંદડા પર શયન કરાવ્યું છે!
કવિ ઓડેને લખ્યું છે,'માણસને પોતાનું ઘર હોય અને એ ઘરમાં એકાદ
વૃક્ષ કે છોડ ન હોય તો એના જેવી કોઈ વેદના નથી.'1862 ના સપ્ટેમ્બરમાં
અબ્રાહમ લિંકને પોતાની ડાયરીમાં લખ્યું હતું, 'મેં મારા ઈશ્વરને વચન આપ્યું
છે કે વૃક્ષોનો હું જતન કરીશ !'
મેં વૃક્ષો પરત્વેનો આવો પ્રેમ જોયો છે.હું બેંગલુર હતો ત્યારે રોજ સવાર -
સાંજ બગીચામાં ફરવા જતો. હું જોતો કે ત્યાંના રહેવાસીઓ ફરવા આવતા ત્યારે
પહેલાં વૃક્ષોને પગે લાગતાં અને પછી Walk કરતા.અને આ માત્ર કોઈ દેખાવ
કે ડોળ નહોતો.આ શહેરમાં મોટા મોટા મકાનોમાં મેં વૃક્ષ ને જીવતાં જોયાં છે.
બાંધકામને અડચણ રૂપ હોવા છતાં એમણે વૃક્ષોને કાપ્યા નથી પણ એમના
માટે જગા કરી છે.જે તમે ઊપરની તસવીરમાં જોઈ શકશો.
મહારાષ્ટ્રમાં પણ કોલોનીઓના વિસ્તારમાં બિલ્ડરોએ બાંધકામ કરતી
વખતે વૃક્ષોને સાચવ્યા છે.ત્યાં બે વસ્તુ મેં જોઈ એક તો વૃક્ષોની જાળવણી
અને કોમન પ્લોટોનો નગર પરિષદ દ્વારા વિકાસ.અદભુત !આજે ત્રાહિમામ
થઈ જવાય એટલી ગરમી પડે છે.અને આ રીતે વૃક્ષોનું છેદન ચાલતું રહ્યું
તો કદાચ આપણે જીવતા નહીં રહી શકીએ એટલી ગરમી પડશે!
જાગો હજુ પણ મોડું નથી થયું .....હજુ સમય છે ....વૃક્ષોને જીવાડી લો!
આ જીવતાં જાગતાં એરકન્ડીન્સ્નરો ને ઓળખી લો !વૃક્ષો તો આપણાં શ્વાસ
છે.વૃક્ષોમાં દેવતાઓનો વાસ છે !એ જીવશે તો જ આપણને હાસ છે ! મને
માણસ પર પૂરતો વિશ્વાસ છે!
***
-'કાન્ત'

No comments:
Post a Comment