Saturday, 27 June 2015

I  LOVE  YOU  !

હું જયારે ખુશ,
તું મારા હાસ્યમાં !
ઉદાસ જયારે હું,
તું આંસુઓના પ્રાસમાં !
ચાલું જયારે ડગલું,
તું મારું પગલું !
ઊંઘ  ઘસઘસાટ,
સ્વપ્નમાં તું સડસડાટ !
લાગણી વિષે વિચારું,
ઊગી જાય રૂડી સવારું !
હોત જો હું કલાકાર,
પીંછીથી કરત સત્કાર !
કવિ હોત જો હું,
શબ્દ દેહ આપત તને,
તારી સમક્ષ ઉતારત મને !
પણ હું આમ આદમી થઈ ફરું,
અને કહું તને હું પ્રેમ કરું !
               ***
-'કાન્ત'  

No comments:

Post a Comment