sms
કોઠે પડી ગયા છે SMS ,
મને જડી ગયા છે SMS !
પત્ર લેખન ભૂલી જવાયું,
એવા નડી ગયા છે SMS !
સંબંધો delete થઈ જતાં ,
કેવા અડી ગયા છે SMS !
ઊગતા પરોઢમાં ચમકી,
કૈંકને તડી ગયા છે SMS !
એની બેડીઓ હવે ન તૂટે,
ઘોડે ચડી ગયા છે SMS !
***
-'કાન્ત'
No comments:
Post a Comment