Thursday, 18 June 2015

ગઝલ 

વીણાના  તાર  બોલે ,
જો,આ  સવાર  બોલે !

શબ્દમાં પણ  હું જ છું ,
સાતે સાત વાર બોલે !

મળીયે હું -તું મોજથી,
આજે   વહેવાર બોલે !

લો,હું પણ સૂણી લઉં,
મૂંગો  પડકાર   બોલે !

ગીતનું  રણ  વિસ્તરે,
ત્યારે કિરતાર  બોલે !

લખું નામ હથેળી માં ,
હોંશથી   પ્યાર બોલે !

દીપ કે ફૂલ મૂકો તમે,
'કાન્ત' , મઝાર બોલે !
            ***
-'કાન્ત'











No comments:

Post a Comment