Monday, 22 June 2015

      ગીત
          (રાગ :વસંત) 

દર્દ  હું  સહું   અલી  વાદળી,
મસ્તીથી  ભમે શાને એકલી !

ઋતુ   છે   વરસ  મન મૂકીને,
ભાંગ  તું તરશ જીવ સૃષ્ટિની !

નભ   મહીં રહે કંઈ વળે નહીં ,
ઉતર ધરતી પર જળ થઈને!

તુંજ   છે  હવે  પ્રાણ સૃષ્ટિનો,
અમી  દે  મને તારી  દ્રષ્ટિનો !

જીવ તરફડે જળ વિના અહીં ,
તરબતર   કર  તું   હવે  મહિ !

આશ  એટલી   ખોબા  જેટલી,
હવે  આવવામાં  વાર   કેટલી ?

'કાન્ત'  કરગરે  દંડવત  કરી,
વરસીને   હવે  દલડાં દે ભરી !
                     ***
-'કાન્ત'





No comments:

Post a Comment