આકાશિકા
આકાશિકા ગીતોથી ગૂંજતી રહે,
પગલાં ગગન તણા ચૂમતી રહે !
કવિતાનો રહે એમાં રસ ભરપૂર,
છંદ , લય, તાલમાં ઝૂમતી રહે !
માશુકોના ગાલની લાલી ભળે ,
રંગ પાલવમાં ભરી ઘૂમતી રહે !
ઘૂંઘટ હટાવે એ મીટર - છંદનો ,
આઝાદ ગઝલ થઈ લૂંટતી રહે !
સાહિત્યસભાનો એ તુલસી ક્યારો,
અલ્પને એક્ડાની જેમ ઘૂંટતી રહે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment