Sunday, 21 June 2015

વરિષ્ઠ કવિઓની બેઠકમાં વરસે છે કાવ્યાનંદ 
'સાંધ્યદીપ' ની સંધ્યા સોળે કળાએ ખીલે છે.
-----------------------------------------------------
         દર શુક્રવારની સાંજે 'સાંઘી દાદા-દાદી પાર્કમાં (ભુજ-કચ્છ)વરિષ્ઠ 
કવિઓની સંસ્થા 'સાંધ્યદીપ'ની બેઠકમાં આપણી કવિતાનો અમર વાર-
સો અને આધુનિક કવિતાના આસ્વાદનો કાવ્યાનંદ સતત વરસે છે.
         નરસિંહ મહેતા,મીરાંબાઈ,પ્રેમાનંદ,બોટાદકર,ગેમલ,કરસનદાસ 
માણેક,આદિની કવિતાઓ રમતી-જમતી કરાય છે.તો,હર્ષદ ચંદારાણા,
નીતિન વડગામા,પારુલ  ખખ્ખર,યામિની વ્યાસ,ચિનુ મોદી,કૃષ્ણ દવે,
રઈસ મનીયાર,રાજેશ વ્યાસ,ધ્રુવ ભટ્ટ, મદનકુમાર અંજારિયા 'ખ્વાબ'
જયંતિ જોશી 'શબાબ',વંચિત કુકમાવાલા,પબુ ગઢવી 'પુષ્પ'જેવા આ-
ધુનિક કવિઓના ગીત-ગઝલને આ સંસ્થાના કવિઓ મજેથી પેશ કરે છે.
          કાવ્ય પઠનની સાથે કવિતાના આસ્વાદનો કર્મ પણ અમલમાં છે.
સ્વરચિત કાવ્ય ગાન સહિત પદ્યની પૂજા કરતા કવિઓ સર્વ શ્રી કનુભાઈ 
જોશી,કૃષ્ણકાંત ભાટિયા,ચન્દ્રવદન ધોળકિયા,નવીન ત્રિપાઠી,ભગવાનજી 
પીઠડ,પ્રા. કમલભાઈ મહેતા,પુષ્પાબેન વૈદ્ય,લતાબેન સોલંકી, રમીલા બેન 
મહેતા , સરસ્વતી બેન સોલંકી, સરોજભાઈ ગોર, દેવેન્દ્ર શર્મા,શૈલેશ 
પંડ્યા,સુરેશ જેઠી ની કાવ્ય પ્રસ્તુતિ રંગ જમાવે છે. આ બેઠકમાં બહારના 
સર્જકોને પણ નિમંત્રણ આપાય છે. કવિતાના રસાનંદનો આ અલખનો 
ઓટલો અગ્યારમાં વર્ષમાં પ્રવેશી ચુક્યો છે.
                                                 *** 


No comments:

Post a Comment