Sunday, 14 June 2015

ગઝલ 

શ્રી  રામની  રાહ જોતી શબરી,
અશ્રુ  જળે   બોર ધોતી શબરી !

નેત્રમાં શ્રી  પ્રતિબિંબ  જોવાને,
સતત  આંખને  લોતી  શબરી !

સાતે પ્હોર ઝૂકતાં ઈશને કદમ,
હવે  નિજ ભાન  ખોતી  શબરી !

જુએ છે એક એક ખરતા ફૂલને,
પરોવે  દ્રષ્ટિના  મોતી  શબરી !

'કાન્ત'  ઇષ્ટ  મળે  પ્રતીક્ષાથી,
સાધારણ નારી નો'તી  શબરી !
                  ***
-'કાન્ત'

No comments:

Post a Comment