ગઝલ
પળ પળ પીડાતી જાતને જોયા કરું,
ગામમાં ફેલાયેલી વાતને જોયા કરું !
પૂરું રંગોળીના રંગ હું મારા રક્તથી,
લાલચટક રચાતી ભાતને જોયા કરું !
ઢોલના અવાજે હવે ફૂટે કાન મારા,
શરણાઈના સૂર સાતને જોયા કરું !
ઢોલિયો ઉદાસ છે કેટલા દિવસથી,
ક્ષણે ક્ષણ ભંગાતી રાતને જોયા કરું !
જિંદગી એક ખેલ છે રમવું પડે,
દોલતે મારેલી લાતને જોયા કરું!
અગત્સ્ય બનીને દરિયાને પી લઉં,
મત્સ્યગંધાના પાતને જોયા કરું !
વેદના આવી ચડી મુજમાં ખળભળી,
ત્રિભેટે મળેલા આઘાતને જોયા કરું !
***
-'કાન્ત'
No comments:
Post a Comment