ગઝલ
જિંદગીનો જામ પી લે,
લે અમારે નામ પી લે !
આંખથી જો પી શકે તો,
નજરુંના દમામ પી લે !
તું જ છે તારી સુરાહી,
સાકીની છે આ ગવાહી !
વેશ વરણાગી તું પહેરી ,
ઝૂમતી આ શામ પી લે !
રાત આ ઝળહળ થશે જો,
પ્રેમ,પ્યાલી જો ભરે તો !
હોંશથી તું મયકદામાં,
ગેસુઓના લામ પી લે !
શબ્દની પીંછી થકી તું,
ચીતરે છે અહીં હવે શું?
'કાન્ત' તારી બેખુદી ને,
માશુકાના કામ પી લે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment