Thursday, 11 June 2015

ગઝલ 

જનતા  છું ,કંઈ  સરકાર  નથી  હું,
છું  અરજદાર, થાનેદાર  નથી  હું !

May  I help you, સૂત્ર   ખાખીનું,
છું  જમાદાર   મદદગાર નથી હું !

બિન્ધાસ્ત  લૂંટયા  કર   મુલકને, 
જીવું  સ્વયંમાં ,પડકાર  નથી  હું!

મને  ન  ખખડાવ ,દ્વાર સમજીને,
બંધ બારણે , ચમત્કાર  નથી  હું !

'સુસ્વાગતમ'  છો ને   લખ્યું  મેં,
પાછો વળી જા ,સત્કાર નથી  હું !

તબીબ   હટાવ    Stethoscope ,
ભલો-ચંગો  છું ,બીમાર નથી  હું !

છેતરી  શકે તો, મને  છેતરી  લે,
'કાન્ત' ભોળો ,હોશિયાર નથી હું !
                  ***
-'કાન્ત'

No comments:

Post a Comment