Sunday, 28 June 2015

ગઝલ 

આપણાં    સંબંધની   આ    કાપણી ,
શું    કરી    છે  આપણે  એ  માગણી ?

માગસરની     ટાઢ   ધ્રૂજે    ઢોલિયે,
ચાલ પાસે આવ પ્રગટાવી તાપણી  !

જિંદગી     છે  દાખલો    સ્વીકારનો,
છે   નહીં  એ   પરસ્પરની   માપણી  !

કેટલા   નજદીક   આવી  દંશ  દયો ,
પજવ્યા  કરે   ભીતરે   કો   સાપણી  !

આ  જ  છે  મારા  પરિચયની   કથા,
નાવડી   ને   તારશે    એ    આપણી  !
                       ***
-'કાન્ત'

No comments:

Post a Comment