ગઝલ
તારુંયે સ્મરણ હશે,
પગ નીચે રણ હશે !
જાત પર નથી કાબુ,
ઈચ્છાઓનું ધણ હશે 1
એકલો જ જવાનો,
રોતું કોઈ જણ હશે !
મસ્તી છે જીવનની,
યા રબનું શરણ હશે !
એક છેડો છે જન્મનો,
બીજે છેડે મરણ હશે !
કોણ ખેંચે પગ મારા?
નક્કી કોઈ કળણ હશે !
રામ દોડે છે વનમાં ,
તો સોનાનું હરણ હશે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment