ગીત
ઝાકળના ટીપાં એ ડોરબેલ મારી,
કળીઓએ બારણાં ઉઘાડયાં રે લોલ !
ઊડતા ભમરાએ એસએમએસ કીધો,
પુષ્પોએ ચાદર બિછાવી રે લોલ !
ઊગતા સૂરજે શ્વેત કિરણો રેલાવ્યાં ,
ધરતીએ આળસ ઉડાળયાં રે લોલ !
વાસંતી વાયરાએ બે હાથ પસરાવી,
સૃષ્ટીના સૌન્દર્ય સજાવ્યાં રે લોલ !
અંબુજમાં કેદ મધુકર ત્યાં ઊડ્યો ,
મીઠાં સૂરોનાં ગુંજન ગુંજાવ્યાં રે લોલ !
મ્હેકની ઓળખ પતંગિયા એ કીધી,
ચોમેર રંગો પ્રસરાવ્યાં રે લોલ !
'કાન્ત'ને મોસમની રૂડી મોજ છે લાધી,
અધુરપ ને મધુરપ માં ફેરવી રે લોલ !
***
-'કાન્ત'
No comments:
Post a Comment