ગઝલ
જાત સાથે તું વાત કરી લે,
પ્રકટ તારી તું જાત કરી લે !
રંગ આંખોમાં ભરી સંધ્યાના
રળિયાત આખી રાત કરી લે !
દર્દ પડખું બદલવા લાગ્યું ,
એ પીડાને તું મ્હાત કરી લે !
તું રૂઝવી લે તારાં ઝખ્મો,
ક્ષમા ને આત્મસાત કરી લે !
સમય રહ્યો બળવાન અહીં,
ક્ષણની તું મુલાકાત કરી લે !
આજે ઝાકળ નાચે પુષ્પે,
રંગબેરંગી તું ભાત કરી લે !
પતંગિયા પર કૂદે ગરોળી,
મન મારીને ઘાત કરી લે !
***
-'કાન્ત'
No comments:
Post a Comment