Thursday, 16 July 2015

                              સ્પર્શ  !

     આજે ઘણા સમય પછી ગદ્ય લખી રહ્યો છું.હમણાં હમણાં કવિતા એવી 
તો પાછળ પડી ગઈ છે કે કેડો નથી મૂકતી.ગઈકાલે વહેલી સવારે એક 
દેવ ચકલી મારી બાલ્કનીમાં બાંધેલા તાર પર બેસી મને કહી ગઈ કે 
કવિ  તને 24 કલાકમાં તારી પ્રેમિકા 'કવિતા'સાથે મુલાકાત કરાવીશ.
અને ખરેખર આજે 'કાવ્ય નિર્ઝરી'ના મહિલા  કવિયત્રીઓના મુશાયરામાં 
મેં મારી આ પ્રેમિકા સાથે મન ભરીને મુલાકાત કરી.
     છઠ્ઠીબારી મહિલામંડળ દ્વારા કચ્છી નવા વર્ષ અષાઢીબીજની ઉજવણી 
પ્રસંગે યોજાયેલો આ કાર્યક્રમ મને તરબતર કરી ગયો.'કાવ્ય નિર્ઝરીની'
કવિયત્રીઓ જાણે ખડિયામાં બોળી-બોળીને લખી આવી હોય એવી કવિ-
તાઓ પ્રસ્તુત કરતી હતી.એમની રચનાઓમાં સંવેદનશીલતા,કલ્પના-
 શીલતા અને અનુભવવિશ્વના સુપેરે દર્શન થતાં હતા.
      કવિતા લખનારને કવિતા સાંભળતા આવડવી જોઈએ.તો જ કાવ્યનું 
પઠન ઉત્તમ રીતે થઈ શકે. આ સંસ્થાની કવિયત્રીઓએ સુંદર કાવ્યપઠન
કરી  એ સાબિત કરી દીધું કે સાંભળવાની કળા એમને હસ્તગત છે.કોઈ પણ 
કાર્યક્રમની સફળતાનો આધાર સંચાલન પર છે.કવિયત્રી અરુણા ઠક્કર 
'માધવી'એ પોતાના ભાવસભર સંચાલનમાં આ વાતને  વહેતી  કરી.
તેમનું વિષયવસ્તુનું જ્ઞાન,વાકચાતુર્ય,રજુઆત,સુંદર ઉપાડ,અવાજ પરનો 
કાબુ અને તેમનો હસતો ચહેરો મને સ્પર્શી ગયા. મહિલા મંડળના પ્રમુખ 
પુષ્પાબહેન 'અમી'અને એમના સાથીદારોને ખૂબ -ખૂબ અભિનંદન !
                                                    ***
-''કાન્ત'       

No comments:

Post a Comment