Sunday, 26 July 2015

ગઝલ 

યાદની  વણઝાર  છે  વરસાદમાં,
વિરહ સાંબેલાધાર છે વરસાદમાં !

યક્ષ  સંદેશો   મોકલે  પ્રિયતમાને, 
મેઘદૂતનો  પોકાર  છે વરસાદમાં !

વાદળાંની ગર્જના કહે ભીંજાઈ જા ,
મોસમનો બેડો પાર છે વરસાદમાં !

ફેંકી  દે સંયમનું  મિથ્યા આવરણ ,
અવનવા   વિસ્તાર છે વરસાદમાં !

ભીતરે કારાયલ  કેકારવ  કરે  છે,
કોયલનો  સ્વીકાર  છે વરસાદમાં !

હોઠ પણ  ભીના થઈ માદક  થયા,
સ્પર્શ   ભારોભાર   છે  વરસાદમાં !

'કાન્ત' હારી શકે છે ઈશ્કની બાઝી,
તું પલળવા તૈયાર છે  વરસાદમાં?
                      ***
-'કાન્ત'




No comments:

Post a Comment