ત્રિપદી
પડશે તેવા દેવાશે,
રીત રસમ અહીંની.
હશે એવા કહેવાશે !
સંબંધની વાત છોડો,
ઉર્મીઓ છે હૃદયમાં.
દિલ સાથે દિલ જોડો !
કૈંક જાદુ છે આંખોમાં,
આ ધરતી ને પહાડો.
ઊડે પંખી પાંખોમાં !
હદમાં રહી હદબહાર ,
ચહેરા પર લાલિમા.
પ્રેમના તમે હકદાર !
જિંદગીના ખેલમાં,
ભર્યું ભાદર્યું આ ઘર.
વેચાઈ ગયું સેલમાં !
***
-'કાન્ત'
No comments:
Post a Comment