Tuesday, 7 July 2015

ગઝલ 

સાંજ  આવે  છે  સવાર  આવે  છે,
બાગમાં  ગુલે     બહાર  આવે છે !

ચાલ  પળમાં  ખોલજે  દરવાજો,
સજી-ધજીને  મુજ પ્યાર આવે છે !

ફૂલની  સોબત  કરી'તી  યુગોથી,
લાગણીમાં  શાને  ખાર આવે  છે ?

એક ડગમાં દુનિયા માપી લીધી,
ત્યારે વામનનો  વિચાર આવે છે !

કાલ આ શ્વાસ થંભી જશે ભીતરે,
મારતે  ઘોડે  અસવાર  આવે છે !

પ્રેમના  મર્મી બની જીવીએ જો,
ઘર  સંસારમાં  સાર  આવે   છે !
                  ***
-'કાન્ત'

1 comment: