Wednesday, 8 August 2018

રશ્મિ  !

સૂરજદાદાને  છોડી  રશ્મિ  ધરા  પર આવે,
અંધકાર  જાય   ભાગી, પ્રકાશ  એ  રેલાવે !

કેવું  ધવલ  ! સપ્ત રંગોને    બેઠું  છુપાવી,
ઘડીક સંગ નહીં ,રશ્મિએ સદીઓ નિભાવી !

પ્રિયતમ  મેઘધનુષનો  તેજ   ચાલે  ચાલે,,
અંધકાર  જાય   ભાગી,  પ્રકાશ  એ  રેલાવે !

રશ્મિના પગલે આતમનું  દૂર થાય અંધારું,
સપનામાંયે  રોજ રાતે  રશ્મિને    હું   ભાળું  !

મુખ પર તેજ  લિસોટો ,બેઠી કાન્તિ  લલાટે,
અંધકાર  જાય  ભાગી,  પ્રકાશ   એ   રેલાવે !

રશ્મિના  અતલ  નયનમાં,  નૂર   છે  ભરેલું,
યાદ  છે    એને ,   સૂરજદાદાએ    શું  કહેલું !

સઘળી  સૃષ્ટિનું   જીવન   રશ્મિ  જ ચલાવે,
અંધકાર   જાય   ભાગી,  પ્રકાશ  એ  રેલાવે !
                               ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ.
મો .99090  71588  













No comments:

Post a Comment