કાયા !
કાચી રે માટીની કાયા, અમર ના રહેશે,
આતમને ઓળખી લે ,તને એ સાચું કહેશે.
કાળની તે કેડીએ, જમદૂત ઊભાં છે,
તારાં કરેલાં કરમના લેખાં જોખાં લેશે રે.
તારી આ રૂપાળી કાયા ,ભળભળ બળશે,
સાથ તારો મસાણ સુધી ,સગાંવહાલાં દેશે.
કાયાના કૂડા રે ભરોસા,કરજે ના કોઈ દિ '
રૂપ ને યૌવન તારું,તું ઘડપણમાં ખોશે.
'કાન્ત 'કહે ચેતી જા, માંહ્યલાને ઓળખ,
આંખ નહીં તેદી તારું રૂદિયુંએ રોશે રે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં.155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ.
મો.99090 71588
કાચી રે માટીની કાયા, અમર ના રહેશે,
આતમને ઓળખી લે ,તને એ સાચું કહેશે.
કાળની તે કેડીએ, જમદૂત ઊભાં છે,
તારાં કરેલાં કરમના લેખાં જોખાં લેશે રે.
તારી આ રૂપાળી કાયા ,ભળભળ બળશે,
સાથ તારો મસાણ સુધી ,સગાંવહાલાં દેશે.
કાયાના કૂડા રે ભરોસા,કરજે ના કોઈ દિ '
રૂપ ને યૌવન તારું,તું ઘડપણમાં ખોશે.
'કાન્ત 'કહે ચેતી જા, માંહ્યલાને ઓળખ,
આંખ નહીં તેદી તારું રૂદિયુંએ રોશે રે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં.155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ.
મો.99090 71588
No comments:
Post a Comment