હું ઊર્મિલા !
જાગી રહી છું ચૌદ વર્ષોથી ,હું ઊર્મિલા ,
પતિ વિનાનો નગરવાસ છે, હું ઊર્મિલા.
ઉપેક્ષિતા કહો કે, લક્ષ્મણની અતિ પ્રિયા,
સતત જાગરણનો સહવાસ છે ,હું ઊર્મિલા.
અહીં માત્ર મૌનમાં સઘળું પડઘાય છે,
શરીરમાં વનનો આવાસ છે,હું ઊર્મિલા.
અયોધ્યાનો મહેલ ઊભો છે નતમસ્તકે,
જાનકી કુટિરનો નિવાસ છે, હું ઊર્મિલા.
સ્વામીની રામસેવા અખંડ રહે વનમાં,
રઘુકુળની કુળવધૂ વિશ્વાસ છે,હું ઊર્મિલા.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
' સત્યમવિલા ',પ્લોટ નં .155/2,
સંસ્કારનગર, ભુજ-કચ્છ.
મો .99090 71588
જાગી રહી છું ચૌદ વર્ષોથી ,હું ઊર્મિલા ,
પતિ વિનાનો નગરવાસ છે, હું ઊર્મિલા.
ઉપેક્ષિતા કહો કે, લક્ષ્મણની અતિ પ્રિયા,
સતત જાગરણનો સહવાસ છે ,હું ઊર્મિલા.
અહીં માત્ર મૌનમાં સઘળું પડઘાય છે,
શરીરમાં વનનો આવાસ છે,હું ઊર્મિલા.
અયોધ્યાનો મહેલ ઊભો છે નતમસ્તકે,
જાનકી કુટિરનો નિવાસ છે, હું ઊર્મિલા.
સ્વામીની રામસેવા અખંડ રહે વનમાં,
રઘુકુળની કુળવધૂ વિશ્વાસ છે,હું ઊર્મિલા.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
' સત્યમવિલા ',પ્લોટ નં .155/2,
સંસ્કારનગર, ભુજ-કચ્છ.
મો .99090 71588
No comments:
Post a Comment