Thursday, 30 August 2018

ભાવના  !
(ગઝલ )
ગાલગાગા ,ગાલગાગા,ગાલગા 

ભાવના   તો   શ્વાસમાંયે    નીતરે,
પ્રેમથી   એ    ભીતરેથી     ઊતરે !

રોમ  મારાં   ફરકતાં સાધક  બની ,
વીજળીયે   ભાત    સુંદર   ચીતરે !

આશ છે માનવ તણી આ ભાવના,
ચાડિયોયે   માપ   લૈ   ને    વેતરે  ! 

આપણે તો આજ માણસ  થૈ ગયા,
સમય   છો   ને   ભૂતકાળે  ખોતરે !

ભાવનાના મનમહીં   છે    બેસણા,
'કાંત '  અંતર   ભાવનાને  નોંતરે ! 
                     ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ.મો. 99090 71588 



No comments:

Post a Comment