રાખડી !
સૂતરને તાંતણે રચાય છે, રાખડી !
ભઈલાના હાથે બંધાય છે, રાખડી !
રક્ષાબંધન ઉત્સવ બ્હેનીના પેમનો,
કાંડાને ચૂમી હરખાય છે, રાખડી !
ઉરના ધબકારે એ વ્હાલથી ભરેલી,
મનમાં ને મનમાં મલકાય છે,રાખડી !
લીલીછમ લાગણી ,હૈયાની કોખમાં,
શ્રાવણના સરવડે ભીંજાય છે,રાખડી !
અંદર-બહાર ભાળે પોતાના ભાઈને,
વીરાની હોંશમાં પડઘાય છે,રાખડી !
કોયલની કૂક અને મયુરના ટહુકામાં,
ચારે બાજુ આજે લહેરાય છે,રાખડી !
હમીરસર પણ ઊછળે,બાંધીને રક્ષા,
'કાન્ત 'ના કાંડે સોહાય છે,રાખડી !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો. 99090 71588
સૂતરને તાંતણે રચાય છે, રાખડી !
ભઈલાના હાથે બંધાય છે, રાખડી !
રક્ષાબંધન ઉત્સવ બ્હેનીના પેમનો,
કાંડાને ચૂમી હરખાય છે, રાખડી !
ઉરના ધબકારે એ વ્હાલથી ભરેલી,
મનમાં ને મનમાં મલકાય છે,રાખડી !
લીલીછમ લાગણી ,હૈયાની કોખમાં,
શ્રાવણના સરવડે ભીંજાય છે,રાખડી !
અંદર-બહાર ભાળે પોતાના ભાઈને,
વીરાની હોંશમાં પડઘાય છે,રાખડી !
કોયલની કૂક અને મયુરના ટહુકામાં,
ચારે બાજુ આજે લહેરાય છે,રાખડી !
હમીરસર પણ ઊછળે,બાંધીને રક્ષા,
'કાન્ત 'ના કાંડે સોહાય છે,રાખડી !
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર,ભુજ-કચ્છ.
મો. 99090 71588
No comments:
Post a Comment