ગઝલ
ગાલગાગા,ગાલગાગા,ગાલગા
કોડિયું તો રાતભર જીવી ગયું,
વાટ એની કોઈ સંકોરી ગયું.
રાતરાણી રાતની પાસે હતી,
હોઠ એના કોણ આ સીવી ગયું ?
જિંદગી ને મોતથી છે રૂસણાં ,
આયખું તો પ્રેમથી બોલી ગયું.
બારણાં ને બંધ રાખી હું બેઠો,
દ્વાર ઉરના નોતરું ખોલી ગયું ?
થોર ઊગે આજકાલે હાથમાં ,
'કાંત'ને તો ફૂલ પણ ઠોલી ગયું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ગાલગાગા,ગાલગાગા,ગાલગા
કોડિયું તો રાતભર જીવી ગયું,
વાટ એની કોઈ સંકોરી ગયું.
રાતરાણી રાતની પાસે હતી,
હોઠ એના કોણ આ સીવી ગયું ?
જિંદગી ને મોતથી છે રૂસણાં ,
આયખું તો પ્રેમથી બોલી ગયું.
બારણાં ને બંધ રાખી હું બેઠો,
દ્વાર ઉરના નોતરું ખોલી ગયું ?
થોર ઊગે આજકાલે હાથમાં ,
'કાંત'ને તો ફૂલ પણ ઠોલી ગયું.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment