Sunday, 26 August 2018

ખુમારી  !

રાખું    છું   ખુમારી,  હું   ગુજરાતી  છું ,
વાત  કહું   વિચારી, હું   ગુજરાતી  છું  !

ગાંધી,નર્મદ,નરેંદ્ર ,રવિનો  હું વારસ ,
સત્યનો  છું  પુજારી ,હું  ગુજરાતી  છું  !

ગુર્જર ભૂમિ ઝળાંહળાં,મુજ સાહસથી,
સતકર્મોની સવારી ,હું    ગુજરાતી છું !

ગર્વ    છે   ખુમારીનો , મને   હંમેંશાં ,
જંગ  જીતું ,છે તૈયારી,હું ગુજરાતી છું !

દુનિયાના પડ પર, હું  સદા  વિજેતા,
લીલીછમ છે ક્યારી,  હું ગુજરાતી છું  !

ડંકો  વાગે  છે  ગૌરવનો, ચારે બાજુ,
વાત કહું   છું  મારી,  હું ગુજરાતી છું !

આ ખુમારી આજે છે,કાલે પણ રહેશે,
ને  ગઝલ છે પ્યારી,હું ગુજરાતી  છું !
                        ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા',પ્લોટ નં। 155/2,
સંસ્કાર નગર,ભુજ-કચ્છ.
મો। 99090  71588 
      








No comments:

Post a Comment