ગઝલ
વહે છે હવા મતવાલી, ઉઘાડી રાખજો બારી,
દિશાઓ ગાયે કવ્વાલી, ઉઘાડી રાખજો બારી.
ચમન છે નશામાં પાગલ , પુષ્પો થયાં ઘેલાં,
ભ્રમર પોતે સવાલી , ઊઘાડી રાખજો બારી.
નદીની સોડમાં સૂતું નગર આ રપા નો ચાહક,
ગઝલ ને ગીત મવાલી, ઉઘાડી રાખજો બારી .
નજારો રૂપનો જોવા, દરિયો ઊછળે ઘાયલ,
પીવી છે પ્રેમ પિયાલી,ઉઘાડી રાખજો બારી.
આભમાં વાદળાં દોડે, ચમકે યક્ષ પ્રિયતમા,
'કાન્ત ' શબ્દોનો ખ્યાલી,ઉઘાડી રાખજો બારી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
વહે છે હવા મતવાલી, ઉઘાડી રાખજો બારી,
દિશાઓ ગાયે કવ્વાલી, ઉઘાડી રાખજો બારી.
ચમન છે નશામાં પાગલ , પુષ્પો થયાં ઘેલાં,
ભ્રમર પોતે સવાલી , ઊઘાડી રાખજો બારી.
નદીની સોડમાં સૂતું નગર આ રપા નો ચાહક,
ગઝલ ને ગીત મવાલી, ઉઘાડી રાખજો બારી .
નજારો રૂપનો જોવા, દરિયો ઊછળે ઘાયલ,
પીવી છે પ્રેમ પિયાલી,ઉઘાડી રાખજો બારી.
આભમાં વાદળાં દોડે, ચમકે યક્ષ પ્રિયતમા,
'કાન્ત ' શબ્દોનો ખ્યાલી,ઉઘાડી રાખજો બારી.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment