Thursday, 23 August 2018

ગઝલ 

ચંચળ  મન  જયાં  ત્યાં  ભટકયા   કરે,
મર્કટની જેમ , ડાળ પર  લટકયા  કરે.

મોહ, માયા,લોભમાં  ઓતપ્રોત  થઈ ,
જીવતરમાં  હમેશાં ,એ  ચટકયા  કરે.

બાજી બગાડે  એ ચંચળ ,સ્વભાવથી,
ને  મન ને  મનમાં ,એ  મલકયા  કરે.

કૂડા કરાવે  કામ, ચંચળ મન સર્વથી,
ને પછી આંખમાં   બેસી   ફરકયા કરે.

'કાંત 'ની ગઝલમાં પણ હાજરાહજૂર,
કાફિયા-રદીફને  એ  ચંચળ કર્યા કરે.
                         ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
'સત્યમવિલા ',પ્લોટ નં। 155/2,
સંસ્કારનગર ,ભુજ-કચ્છ।
મો .99090 71588

No comments:

Post a Comment