Friday, 31 August 2018

ભજન  !

જૂઠી  છે માયાની  આ પછેડી ,
છોને  ટાંક્યાં  એમાં  મોંઘા રતન !
મનવા તું  ચેતી  જા, શીદ રે મોડું કરે ?
કરમના લેખાં -જોખાં ને  હૈયે  તું ધરે !
શ્વાસનો  સંથારો  સીજશે  તારો ,
લઈ  લે ને હવે તું હરિનું  શરણ !
રતન  આ  ફટક  ફટાકિયા રે,
ઝોલી  તારી એનાથી  શાને ભરે ?
જીવન  છે એક  રૂપાળું સપનું,
પહોંચી આવશે  દોડીને મરણ !
મનના  તે મૃગલાને  કાબુમાં રાખજે ,
દોટું  એની  ખોટી  રતન   કાજે રે !
આજનું આજ ને કાલનું કાલ  સાચું,
મોઢું દીધું જેણે  આપશે એ ભરણ !
સાચાં  દેખાય  એ સગપણ છે કાચા,
આંખોને પણ ક્યારેક આવી જાય વાચા !
કરણી  પાર-ઉતરણી  હોય જો ,
પકડી લે  તું 'કાન્ત 'ના નાથના ચરણ !
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
ભુજ-કચ્છ.મો. 99090 71588 




No comments:

Post a Comment